શહેરા,શહેરામાં ઝુલેલાલ મંદિર ખાતે શહેરાવાલા સાંઈનો 29મા જન્મદિવસ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક રાજ્ય સહિત વિદેશથી પણ ભકતો સાંઈ ના જન્મદિવસ એ આવીને સાંઈના આશીર્વાદ લીધા હતા.
શહેરામાં સિંધી સમાજની વાડી પાસે આવેલા ઝુલેલાલ મંદિરનો 21 મો પાટોત્સવ અને શહેરાવાલા સાંઈનો 29માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંઈના જન્મોત્સવને લઇને સ્થાનિક રાજ્ય તેમજ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કરાચી, દુબઈ, સહિત દેશ વિદેશ માંથી મોટી સંખ્યામાં સાંઈના ભક્તો અહીં આવ્યા હતા. મંદિર ખાતે ધ્વજારોહણ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. મંદિર ખાતે ભગવાન ઝુલેલાલના ભક્તિ ગીતો વચ્ચે સાંઇના ભક્તો ખુશીથી ઝુમતા નજરે પડવા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરાવાલા સાંઈના જન્મદિવસને લઈને સાંઈના ભક્તો એક કિલો થી લઈને 50કિલોની કેક લાવ્યા હતા. સાથે સાંઈના જન્મદિવસને લઈને તેમના ભક્તોમાં અનેરો આનંદનો ઉત્સવનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. જ્યારે ઝુલેલાલ મંદિર ખાતે દેશ વિદેશથી આવેલા મોટી સંખ્યામાં સાંઈ ના ભક્તો એ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા સાથે પ્રસાદીનો લ્હાવો પણ લીધો હતો. અહીં આવેલા ભક્તોએ ભગવાન ઝુલેલાલના દર્શન કરીને શહેરાવાલા સાંઈના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી.