પંચમહાલ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજજ બન્યું છે. જ્યારે જીલ્લાભરમાં ચૂંટણી અધિકારી દ્વારા આચાર સહિતાનું કડક પાલન થાય એ માટે આદેશ કરવામાં આવ્યા હોવા છંતા શહેરા નગરપાલિકા વિસ્તારમાં અમુક જગ્યા પર રાજકીય પક્ષોના ચિન્હો જોવા મળતા ચર્ચાનો વિષય જાગૃત નાગરિકોમાં જોવા મળી રહ્યો હતો. આ બાબતનું ધ્યાન પાલિકાને થતા પાલિકાની ટીમ દ્વારા હાઇવે માર્ગ અડીને આવેલ પંચવટી સોસાયટીમાં ભીત પર લાગેલ રાજકીય પક્ષના ચિન્હો પર કૂચડો મારવામાં આવ્યો હતો.