લુણાવાડા કાકાના ચમારીયા ગામે એક યુવાન કેનાલમાં ડૂબતા શોધખોળ: જિલ્લામાં સાત દિવસમાં 5 ડુંબ્યા

લુણાવાડા,મહીસાગર જિલ્લામાં તહેવારો પાણીમાં ડૂબી મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી જિલ્લા પ્રસાસન દ્વારા જિલ્લામાં આવેલ નદી, તળાવ, સરોવરમાં, કેનાલ પર નાહવા જવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ 10 માર્ચ નારોજ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કર્યું કરવામાં આવ્યું હતું. તેમ છતાં મહીસાગર જિલ્લામાં સાત દિવસમાં 5 લોકો ડૂબ્યા છે. હોળીના દિવસે વીરપુરના ધાવડીયા ગામના ત્રણ યુવાનો ડૂબતા હોળીનો તહેવાર મતમમાં ફેરવાયો હતો. ત્યારબાદ ખરોડ ગામે એકનું મોત થયું હતું. ત્યારબાદ આજે લુણાવાડા તાલુકાના કાકાના ચમારીયા ગામ પાસે આવેલ પાનમ કેનાલમાં કંતાર ગામનો એક યુવાન નાહવા પડતા તેજ પાણીના પ્રવાહમાં તણાતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પોહચ્યા હતા. પરંતુ કેનાલમાં પાણીના તેજ પ્રવાહના હોવાથી ડૂબેલ યુવાનને શોધવામાં મુશ્કેલી પડતી હોવાથી કાકાના ચમારીયાના સરપંચ દ્વારા કેનલનું પાણી બંધ કરાવવા માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક લોકોને પૂછતાં કેનાલમાં ડૂબનાર ખાંટ વિજયભાઈ રમણભાઈ ઉર્ફે ભૂરો કંતાર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.