શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત પર્યાવરણ રક્ષણ અને વ્યસનમુક્તિ રેલી યોજાઈ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ પર્યાવરણ રક્ષણ અને વ્યસનમુક્તિ રેલીમાં ઠઠડેઠઠ માનવ સમુહ કે જેમાં હૈયે હૈયું દળાય એટલો વિશાળ માનવ સમુદાય રેલીમાં જોડાયો હતો.

ગરમીના રક્ષણ મળે તે માટે દરેક માનવ સમુદાયને સફેદ રંગની ટોપી આપવામાં આવી હતી. રેલીનો નજારો કૈલાસ માનસરોવરમાં જેમ હંસ વિહાર કરતો હોય એવું દ્રશ્ય તાદ્રશ્ય થયું હતું. રેલીમાં વિશ્ર્વની સુપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિની ધૂન્ય રેલાવી હતી. રેલીમાં દેશવિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. આ રેલી ઘોઘંબા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ પાલ્લા ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી.