હાલોલ ટોલનાકા પાસે સળીયા-સીમેન્ટ ભરેલ ઈ-રીક્ષા પલ્ટી જતાં ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ

હાલોલ,હાલોલ-વડોદરા હાઈવે રોડ ટોલનાકા પાસે લોખંડના સળીયા-સીમેન્ટ ભરેલ ઈ-રીક્ષાનું વ્હિલ નિકળી જતાં ઈ-રીક્ષા પલ્ટી જતાંં ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી. વાહન ચાલકો રીક્ષાને ઉભી કરતાં ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો.

હાલોલ થી બાસ્કા લોખંડના સળીયા, પાઈપ અને સિમેન્ટનો જથ્થો મળી પ ટન જેટલો જથ્થો ભરીને ઈ-રીક્ષા ટોલનાકા પાસેથી પસાર થતી હતી. દરમિયાન ઈ-રીક્ષાનું પૈડું નિકળી જતાં રસ્તા ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી. ઈ-રીક્ષા પડી જતાં અન્ય વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા. આખરે અન્ય વાહનના ચાલકોએ ઈ-રીક્ષાને રોડ ઉપરથી સીધી કરતાં અટવાયેલ ટ્રાફિક શરૂ થયો હતો.