દે.બારીયા, દે.બારીયા શહેરના મુખ્ય માર્ગ પાવાગઢ તથા વડોદરા તેમજ છોટાઉદેપુર તરફ જવાનો મુખ્ય માર્ગ હાઈવે હોવાના કારણે 24 કલાક ધમધમે છે. ખાસ કરીને આ રોડનો ઉ5યોગ પાવાગઢના યાત્રાળુઓલ આ રોડ ઉપરથી અવરજવર કરતા હોય છે. આર્યુવૈદિક હોસ્પિટલના ગેટની સામે રોડની બીલકુલ બાજુમાં ભુર્ગભ ગટરની કુંડી પાસે મસમોટો ખાડો ખોદીએ લગભગ 8 થી 10 દિવસ થવા આવ્યા તેમ છતાં આ ખાડાનું સમારકામ કરવામાં આવતુંં નથી. તેમજ આર્યુવૈદિક હોસ્પિટલની દીવાલ પાસેની ખુલ્લી ગટરનું ગંદુપાણી ખોદેલા ખાડની બાજુની કુંડીમાં જોઈન્ટ આપવામાં આવતા નથી. અત્રે ખાસ ઉલ્લેખ કરવો કે આ ખોદેલા ખાડા પાસે કોઇપણ જાતની આડ અથવા ચેતવણી રૂપે બોર્ડ મુકવામાં આવેલ નથી. તેમજ બોર્ડના રૂપે ચેતવણી સાથેનો આગળ કાર્ય ચાલુ હોવાનું બોર્ડ પણ મુકવામાં આવ્યું નથી. જો આ ખાડાનું વહેલીતકે કાર્યપૂર્ણ કરીને બંધ નહિ કરાય તો મોટી દુર્ધટના થાય તેની રાહ જોવાઈ છે ? રાહદારીના વાહન આ ખાડામાં ખાબધી શકે છે. જેથી ભુર્ગભ ગટરના કોન્ટ્રાકટરના કર્મીઓ આ ખાડાને વહેલીતકે સમારકાર્ય કરી હોસ્પિટલની દીવાલ પાસે જે ગંદુ પાણી રોડ ઉપર રેલાઈ રહ્યું છે. તે ગંદાપાણીને ભુર્ગભ ગટરમાં મેળવી રોડ ઉપર આવતું અટકાવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી આમ જનતા તથા ધર્મપ્રેમી જનતા સાથે વાહન ચાલકો તથા વેપારી ભાઈઓની માંગ ઉઠવા પામી છે.