ગોધરા વડોદરા હાઇવે પર આવેલ મીરા પેટ્રોલપંપ પર આકસ્મિક તપાસમાં ગેરરીતિ સામે આવતા 2 આઉટલેટ યુનિટ સીલ કરાયા.

ગોધરા વડોદરા હાઇવે પર આવેલ મીરા પેટ્રોલપંપ પર આકસ્મિક તપાસમાં ગેરરીતિ સામે આવતા 2 આઉટલેટ યુનિટ સીલ કરાયા.

H T Makwana જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર હાલોલ તથા તેઓની ટીમ દ્વારા હાલોલ તાલુકાના દાવડા વિસ્તારના ગોઘરા – વડોદરા બાયપાસ આવેલ indian oil corporation સંચાલિત મીરા petroleum ne ત્યાં આકસ્મિક દરોડા પાડી પેટ્રોલ પંપના માલિક રોનકભાઈ જશવંતભાઈ પટેલનાઓને ત્યાં એક્સટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ આઉટલેટ પરથી 5 લિટર ના સરકારી માપિયા દ્વારા માપણી કરતા 275 ml એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ ઓછું માપ આવેલ તથા MS સાદા પેટ્રોલમાં સ્ટોક રજીસ્ટર તથા ડીપ દ્વારા માપણી કરતા પેટ્રોલમાં 4709 લિટરની ઘટ જેવી ગંભીર પ્રકારની ગેરરીતિ જણાતા એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડિઝલ 5002 લીટર જેની કિંમત રૂ .469287 અંકે રૂપિયા ચાર લાખ ઓગણ સિતેર હજાર બસો સિત્યાસી ની કિંમતનો 100 ટકા જથ્થો જપ્ત (સીઝ)કરી પેટ્રોલ પંપની ગ્રીન ડીઝલની ટાંકી તથા ગ્રીન ડીઝલના 2 (બે) આઉટલેટ યુનિટ (ડિસ્પેચી યુનિટ)ને સીલ મારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.