વોશિગ્ટન, ઈઝરાયેલના સૈનિકો પેલેસ્ટાઈનના બરબાદ થયેલા ઘરોમાં મહિલાઓના વો સાથે રમતાં જોવા મળ્યા છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈઝરાયેલ સૈનિકોની આ કાર્યવાહી બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના પ્રવક્તા રવિના શામદાસાનીએ તેને અપમાનજનક ગણાવ્યું છે.ઈઝરાયલી સૈનિકોની આવી ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોને લઈને દુનિયાભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક આ તસવીરોને શરમજનક ગણાવી રહ્યા છે તો કેટલાક તેના વિશે અલગ મત વ્યક્ત કરી રહ્યા છે.
યુએન માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવિના શામદાસાનીએ આવી તસવીરોને અપમાનજનક ગણાવી છે. તેણે કહ્યું કે આવી તસવીરો પોસ્ટ કરવી એ પેલેસ્ટિનિયન મહિલાઓ અને વિશ્ર્વની તમામ મહિલાઓનું અપમાન છે. આ પછી આ મામલે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.