બોત્સ્વાના,દક્ષિણ આફ્રિકામાં ભીષણ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં એક બસ બેરિયર તોડી પુલ પરથી નીચે ખાડામાં પડી. પુલ પરથી નીચે પડતા જ બસમાં આગ લાગી. આ ઘટનામાં ૪૫ લોકોના મોત થયા છે. પરિવહન મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે એક પેસેન્જર બસ બોત્સ્વાનાથી મોરિયા જઈ રહી હતી. ત્યારે પુલ પરથી પસાર થતા અચાનક બસ બેરિયર તોડી નીચે ખાડામાં પડી હતી.
અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકામાં થયેલ અકસ્માતમાં બસ બોત્સ્વાનાથી ઉત્તર લિમ્પોપો પ્રાંતના શહેર મોરિયા જઈ રહી હતી. જ્યાં ઇસ્ટર તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ઇસ્ટર તહેવાર ૩૧ માર્ચના રોજ હોવાથી લોકો મોરિયા તરફ વધુ જઈ રહ્યા હતા. બોત્સ્વાનાથી ઉપડેલ બસમાં ૪૬ જેટલા મુસાફરો હતા. મુસાફરો ભરેલ બસ મોરિયો જઈ રહી હતી ત્યારે એક પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બેરિયર તોડી નીચે પડી. બસ જોહાનિસબર્ગથી ૩૦૦ કિલોમીટર ઉત્તરમાં મમતાલાકાલા નજીક પર્વતીય વિસ્તારમાં બનેલા પુલ પરનો અવરોધ તોડીને ૧૬૪ ફૂટ નીચે ખાડીમાં પડી હતી. બસ નીચે પડતાં આગ લાગી હતી.
રિપોર્ટ અનુસાર બસમાં કુલ ૪૬ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એર લિફ્ટ કરતી વખતે એક મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતમાં માત્ર ૮ વર્ષની બાળકી બચી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું કે બસની સ્પીડ ઘણી વધારે હતી, બસ વળાંકવાળા બ્રિજ પર ચાલુ ન કરી શકી અને બેરિયર તોડીને પુલ પરથી નીચે પડી ગઈ. આ દુર્ઘટના દક્ષિણ આફ્રિકાના મોકોપેન નજીક પર્વતીય વિસ્તારમાં બની હતી. વધુમાં તેમણે કહ્યું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. લિમ્પોપોના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિટી સેટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કેટલાક મૃતદેહો ઓળખી શકાય તેવી રીતે બળી ગયા હતા.”