અમદાવાદ, લોક્સભા ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્સન મોડમાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઇ તૈયારીઓ કરાઇ છે. રાજ્યની ૨૬ લોક્સભા બેઠકના મીડિયા કોઓડનેટરની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીને લઇ ૩ ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર નજર રખાશે.સાથે ગુજરાતના ૪ ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની પણ નિમણુંક કરવામાં આવી છે. નોધનીય છે કે છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના અનેક મોટાનેતાઓ પક્ષથી નારાજ થઇને કોંગ્રેસને છોડી ચુક્યા છે. પરંતુ આ વખતે લોક્સભા બેઠકો પર કોંગ્રેસે ટક્કર આપી શકે તેવા ઉમેદવારોને ઉતાર્યા છે.
લોક્સભા ચૂંટણી ૨૦૨૪ ને લઇ ગુજરાત કોંગ્રેસ એક્ટીવ જોવા મળી રહી છે. ૨૬ લોક્સભા બેઠક દીઠ મીડિયા કો-ઓડનેટરની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતના ૪ ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની નિમણુંક કરી દેવાઇ છે. જ્યારે ૩ ઝોનમાં મિડિયા સેન્ટર ઉભા કરી વિવિધ બેઠકો પર ચુંટણીમાં નજર રાખવામાં આવશે.
દક્ષિણ ગુજરાત મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નૈષદ દેસાઈ જ્યારે સૌરાષ્ટ્રમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે ડો.નિદત બારોટની નિમણુંક કરવામાં આવી છે. મય ગુજરાતમાં મીડિયા સેન્ટર ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતને હવાલો આપવામાં આવ્યો છે.
લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડી ગયા છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ એક પછી એક કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ઝટકો આપી રહ્યા છે. અગાઉ અનેક કોંગ્રસના ધારાસભ્યો અને નેતાઓએ રાજીનામાં આપી દીધા છે. બે દિવસ અગાઉ ગાંધીનગરમાં બે કોર્પોરેટરોએ પણ રાજીનામા ધરી દીધા છે. આ બંને કોર્પોરેટરના રાજીનામાં બાદ ગાંધીનગર કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. જો કે તેમ છતાં પણ કોંગ્રેસે આ વખતે લોક્સભા બેઠકો પર ઉમેદવાર પસંદગીને લઇ કચાસ રાખી નથી.