કોંગ્રેસના શાસનમાં દારૂના બે કાઉન્ટર, એક ભૂપેશનું અને બીજું સોનિયા-રાહુલનું: મુખ્યમંત્રી સાઈ

રાયપુર, લોક્સભા ચૂંટણી ૨૦૨૪: અગાઉના કોંગ્રેસના ભૂપેશ રાજ પાસે ભ્રષ્ટાચાર અને દારૂ કૌભાંડના બે કાઉન્ટર હતા. એક રાજ્ય સરકાર એટલે કે ભૂપેશ બઘેલની છે અને બીજી સોનિયા-રાહુલ ગાંધીની છે. ભૂપેશ સરકારે ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દીધી હતી. કૌભાંડના બે કાઉન્ટર હતા. એક કાઉન્ટરમાંથી પૈસા કોંગ્રેસ સરકારના ખાતામાં ગયા અને બીજા કાઉન્ટરના પૈસા સોનિયા-રાહુલના ખાતામાં ગયા. બઘેલે છત્તીસગઢને કોંગ્રેસનું એટીએમ બનાવ્યું હતું, પરંતુ હવે સંજોગો બદલાયા છે, કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે, તેને લોક્સભા ચૂંટણીમાં ઉમેદવારો પણ નથી મળી રહ્યા.

પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર નિશાન સાધતા મુખ્યમંત્રી સાઈએ કહ્યું કે ભૂપેશ બઘેલ પર મહાદેવ સત્તા એપ બંધ ન થાય પરંતુ ચાલુ રહે તે માટે ૫૦૮ કરોડ રૂપિયાની પ્રોટેક્શન મની લેવાનો આરોપ છે. જેના પર હ્લૈંઇ પણ નોંધવામાં આવી છે. છત્તીસગઢ માટે આ કેટલી શરમજનક વાત છે. કોંગ્રેસ સરકારે મહાદેવ સત્તા એપથી રાજ્યના બાળકોનું ભવિષ્ય બરબાદ કર્યું છે.

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે છત્તીસગઢ માતા કૌશલ્યાનું માતૃગૃહ છે, તેથી ભગવાન રામ આપણા બધાના ભત્રીજા છે. ભવ્ય રામ મંદિરના નિર્માણથી સમગ્ર છત્તીસગઢના લોકો ખુશ અને ગર્વ અનુભવે છે. મોદીએ સમગ્ર વિશ્ર્વમાં ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન વધાર્યું છે.