ચેન્નાઈ, તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં સ્થિત ઓટ્ટાનંદલ ગામમાં પ્રસિદ્ધ રથિનાવેલપાંડિયન મુરુગન મંદિર આવેલું છે, જે એક પર્વતની ચોટી પર સ્થિત છે અને તેની આકર્ષક સુંદરતા માટે પ્રખ્યાત છે. મંદિરના મુખ્ય દેવતા, મુરુગન, ૫ ફૂટની ઊંચાઈએ બિરાજમાન છે, જે પૂજા કરવા આવતા ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. આ મંદિરમાં દર વર્ષે પંગુની ઉથિરમ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૧૫ માર્ચથી શરૂ થયો હતો અને ૨૩ માર્ચ સુધી નવ દિવસ સુધી ચાલ્યો હતો. ઉજવણીના આ નવ દિવસ દરમિયાન, રથિનાવેલપાંડિયન મુરુગન મંદિર સાથે સંકળાયેલી એક અનોખી વિધિ સંપન્ન થઈ હતી. ૯ દિવસ સુધી ચાલેલા આ ઉત્સવ દરમિયાન વિવિધ પ્રાર્થના અને આશીર્વાદના પ્રતીક તરીકે કુલ નવ લીંબુ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ૯ દિવસના ઉત્સવ દરમિયાન મંદિરમાં જે નવ લીંબુની પૂજા કરવામાં આવી હતી તેને હરાજી માટે મૂકવામાં આવ્યાં હતાં અને તેમના માટે બોલી લગાવવા ભક્તોમાં જોરદાર હરીફાઈ થઈ હતી. અહીં એક માન્યતા છે કે આ લીંબુની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. એક લીંબુની સૌથી વધુ ૫૦,૫૦૦ રૂપિયામાં હરાજી થઈ હતી. કુલ ૯ લીંબુની ૨,૩૬,૧૦૦ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
વિવિધ ધામક વિધિઓ કર્યા પછી, મંદિરના પૂજારી બ્રુદોત્તમનખીલાજડિત પ્લેટફોર્મ પર ઊભા થયા હતા અને લીંબુની હરાજી શરૂ કરી હતી. નવ દિવસીય ઉત્સવ દરમિયાન પૂજવામાં આવેલા નવ લીંબુની વ્યક્તિગત રીતે હરાજી કરવામાં આવી હતી. બોલી એક રૂપિયાથી શરૂ કરાઈ હતી જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો. બોલી લગાવનારાઓમાં કલ્લાકુરિચી જિલ્લાનાં નિ:સંતાન દંપતિ અરુલદાસ અને કનિમોઝીએ સૌથી વધુ સંખ્યામાં લીંબુ ખરીદ્યા હતા. પંગુની ઉથિરમ ઉત્સવ ભગવાન શિવ અને દેવી પાર્વતી, ભગવાન રામ અને દેવી સીતા, મુરુગન (કાતકેય) અને દેવસેના તેમજ રંગનાથ (વિષ્ણુ) અને અંડાલના લગ્નની ઉજવણીને ચિહ્નિત કરે છે. તેને અયપ્પનના પ્રાગટ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.