જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર કેબ ખાડામાં પડી જતા ૧૦ લોકોના મોત

શ્રીનગર, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, જીડ્ઢઇહ્લ અને રામબન સિવિલની ઊઇ્ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના મોતની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, જીડ્ઢઇહ્લ અને સિવિલ ઊઇ્ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમે અત્યાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. પરંતુ વિસ્તાર ઊંડો, અંધારું છે અને સતત વરસાદ પડી રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે આ અકસ્માતની જાણકારી લગભગ ૧.૧૫ વાગ્યે મળી હતી. માહિતી મળી હતી કે જમ્મુથી કાશ્મીર મુસાફરોને લઈ જતી એક ટેક્સી (ટવેરા) નેશનલ હાઈવે-૪૪ પર બેટરી ચશ્મા પાસે લગભગ ૩૦૦ મીટર ઊંડી ખાઈમાં પડી હતી.

એસએચઓ પીએસ રામબન, પોલીસ ટીમ, એસડીઆરએફ ટીમ અને સિવિલ ક્યુઆરટી રામબન સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. ઉંડી ખાઈમાંથી અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કારણ કે ભૂપ્રદેશ ખૂબ જ મુશ્કેલ છે અને સતત વરસાદ પડી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ખાડામાંથી મળી આવેલા બે મૃતદેહોની ઓળખ જમ્મુના અંબ ઘોરથાના રહેવાસી પુરબ સિંહના પુત્ર બલવાન સિંહ તરીકે થઈ છે. તે કાર ચાલક હતો. તે જ સમયે, અન્ય એક વ્યક્તિની ઓળખ બિહાર ચંપારણના રહેવાસી વિશ્ર્વનાથ મુખિયાના પુત્ર વિપિન મુખિયા તરીકે થઈ છે.