વિરપુર વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત પંચાયતના નાનસલાઈની પરણિતાએ ગૃહ કંકાસ અને આડા સંબંધની શંકાએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત વિસ્તારના નાનસલાઈના ભુરીબેન સુરેશભાઈ બારીયા તેમના તળાવવાળા ખેતરમાં આવેલા કુવામાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યુ હતુ. ભુરીબેનના મોતને પગલે તેમના પિયર પક્ષના કાભાભાઈ ડામોર(રહે.ગુગલીયા)દ્વારા ભુરીબેનના પતિ સુરેશ જેસંગભાઈ બારીયા વિરુદ્ધ વિરપુર પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવી હતી. સુરેશ અને ભુરીબેનના છ એક માસ અગાઉ લગ્ન થયા હતા. અને ભુરીબેનનો પતિ સુરેશ બીજી કોઈ અન્ય મહિલા સાથે ફોનથી વાત કરી રહ્યો હોય ભુરીબેન દ્વારા ફોનની ખેંચતાણ કરતા સુરેશે ભુરીબેનને મારઝુડ કરી હતી. જેથી ભુરીબેન તે જ સમયે ગુસ્સમાં ધરેથી નીકળી ખેતરમાં કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતુ. વિરપુર પોલીસે આરોપી સુરેશ જેસંગભાઈ બારીયા વિરુદ્ધ દુષ્પ્રેરણા બદલ ગુનો દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.