કાલોલ, કાલોલ તાલુકાના બેઢીયા ગામે ચોરા ફળિયામાં 12 વર્ષિય બાળક પોતાના ધરે પાણીની મોટરના પાઈપ વડે પાણી ભરતો હોય દરમિયાન શોર્ટ લાગતા સારવાર અર્થે સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બેઢીયા ગામે ચોરા ફળિયામાં રહેતા તપનસિંહ ચોૈહાણનો 12 વર્ષનો પુત્ર દેવેન્દ્રસિંહ પોતાના ધરે બપોરના સમયે પાણીની મોટરથી પાઈપ વડે પાણી ભરતો હતો તે સમયે અકસ્માતે શોર્ટ લાગતા દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન મોત નીપજતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધાવવા પામ્યો છે.