ગરબાડાની સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી જતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા નગરમાંથી એક 15 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે

ગરબાડા નગરમાં નવા ફળિયામાં રહેતો મેહુલભાઈ હરેશભાઈ બીલવાળે ગત તા.26મી માર્ચના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક 15 વર્ષિય સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ ગરબાડા નગરમાંથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલીવારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.