દાહોદ, દાહોદ શહેરમાં એક 15 વિદ્યાર્થીએ પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં પોતાને પરિવારજનો તરફથી છપકો મળશે તેવા ડરથી વિદ્યાર્થીએજ પોતાના જ ઘરમાં લુંટ થઈ હોવાનું તરખટ ઉભુ કર્યુ હતું. ત્યારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં વિદ્યાર્થીએ પરિક્ષામાં પરિણામ નબળુ આવતાં આ લુંટનું તરખટ ઉભુ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં રહેતાં એક પરિવારનો 15 વર્ષિય વિદ્યાર્થીનું પરિક્ષામાં પરિણામ નબળુ આવતાં પરિવારજનો આ બાબતે પોતાને ઠપકો આપશે તે માટે તેણે પોતાનાજ ઘરમાં લુંટનું તરખટ ઉભુ કર્યુ હતું અને પોતાનાજ ઘરમાં સામાન વેર વિખેર કરી, એલસીડી તોડી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ કર્યા બાદ તેના પરિવારજનો જ્યારે ઘરે આવ્યાં ત્યારે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, 06 લુંટારૂઓ ઘરમાં આવ્યાં હતાં અને પોતાને માર મારી, ઘરમાં લુંટ ચલાવી નાસી ગયાં હોવાનું પરિવારજનોને જણાવતાં ધોળે દિવસે લુંટનો બનાવ બન્યો હોવાની વાયુવેગે વિસ્તારમાં ઘટનાની ફેલાતાં ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોને તાત્કાલિક સ્થાનીક પોલીસને સંપર્ક કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં તપાસનો ધમધમાટ આરંભ કરી વિદ્યાર્થીની પુછપરછ તેમજ નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવતાં વિદ્યાર્થીએ પોતે પરિક્ષામાં પરિણામ નબળુ આવતાં અને પરિવારજનો તેને ઠપકો આપશે તેવા ડરથી પોતાના ઘરમાં લુંટ થઈ હોવાની પરિવારજનોને જણાવી ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.