રાજયપાલનું પદ બિનજરૂરી તેને સમાપ્ત કરવું જોઇએ : સીપીઆઇના મહામંત્રી ડી રાજા


નવીદિલ્હી,
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મહામંત્રી ડી રાજાએ એક ખાનગી ચેનલની મુલાકાત દરમિયાન મોટું નિવેદન આપ્યું છે.તેમણે આરોપ લગાવ્યો છે કે તમિલનાડુ અને કેરલના રાજયપાલ ચુંટાયેલી રાજય સરકારોની વિરૂધ નિર્ણય લઇ રહ્યાં છે.આવામાં મારો સવાલ છે કે રાજયપાલના પદને બનાવી રાખવાની શી જરૂર છે.આજેના સમયે રાજયપાલની પોસ્ટ બિનજરૂરી થઇ ગઇ છે.

તેમણે કહ્યું કે આપણે એક બંધારણીય લોકતંત્રમાં છીએ ભારત એક યુનિયન ઓફ સ્ટેટ્સ છે આવામાં રાજયપાલના પદને સમાપ્ત કરી દેવું જોઇએ આ ફકત મારી પાર્ટીની માંગ નથી દેશની અંદર ખુબ લોકો કહી રહ્યાં છે કે રાજયપાલનું પદ સમાપ્ત કરવું પડશે.

ડી રાજાએ કહ્યું કે દરેક જગ્યાએ રાજયપાલ અને રાજય સરકારો વચ્ચે ટકરાવ થઇ રહ્યો છે કેરલ બંગાળ,તમિનલાડુ,દિલ્હી ઉદાહરણ માત્ર છે.રાજયપાલની નિયુક્તિ આજકાલ રાજનીતિક કારણોથી કરવામાં આવી રહી છે રાજયપાલ પદનો દુરૂપયોગ થઇ રહ્યો છે આ યોગ્ય નથી સંસદને આ મામલા પર વિચાર કરવો જોઇએ શું રાજયપાલ પદની જરૂરત છે.