સંજેલી પોલીસ દ્વારા ચોરી થયેલ 8 સબ મર્સીબલ મોટરો કબજે લઈ બે આરોપીઓની ધરપકડ કરી

  • સંજેલી પોલીસે આઠ સબમર્સીબલ મોટરો જેની કિંમત રૂપિયા 40 હજાર નો મુદ્દા માલ રિકવર કર્યો.

ફતેપુરા, નાયબ પોલીસ મહા નિરીક્ષક આર. વી.અસારી,પંચમહાલ રેન્જ ગોધરા તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા નાઓ તરફથી જીલ્લામાં મિલકત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સારૂં આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગના ડી.આર.પટેલ તથા ઝાલોદ સી.પી.આઇ,એચ.સી.રાઠવા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી થયેલ ગુનાઓમાં ગયેલ મિલકત તથા આરોપીઓ પકડી પાડવા સારૂં અસરકારક વાહન ચેકિંગ કરવા તથા આવી પ્રવૃત્તિઓ કરનાર ઈસમો વિરૂદ્ધ સતત વોચ રાખવા સારૂં અલગ અલગ ટીમો બનાવેલ હતી. જે સંદર્ભે કામગીરી કરતા આજ રોજ સંજેલી પોલીસને સફળતા મળી હોવાનું જાણવા મળે છે.

સંજેલી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.એચ.બી.રાણા તથા અ.હે.કો.શૈલેષભાઈ,ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ નાઓ એમ સંજેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કુંડા ગામે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન દૂરથી એક મોટર સાયકલનો ચાલક શંકાસ્પદ રીતે પાછળ બેઠેલી સૌને ઉતારને ભાગી ગયેલ અને નીચે ઉતારેલ ઈસમની પૂછપરછકારતા જે ઈસમ રાકેશભાઈ બાદરભાઇ ડામોર રહે ચાકીસણા તા.સંજેલીનો હોવાનું જણાવેલ અને તેની પાસે મળી આવેલ સબ મર્સીબલ પંપ વિશે સઘન પૂછપરછ કરતાં ચોરીની મોટર હોય અને નાશી ગયેલ મુકેશભાઈ તેરસિંગભાઈ ચરપોટ રહે સાગડાપાડા તા.ફતેપુરાનો હોવાનું જણાવી આ સબ મર્સીબલ પંપ સિવાય પણ બીજા મોટર પંપની ચોરી કરેલ હોય અને જે મોટર પંપની ચોરી કરેલ હોય ઝરોર ગામે રહેતા પંકજભાઈ મંગળાભાઈ જાતે સંગાડાના ઘરે સંતાડી મૂકી રાખેલ હોવાનું જણાવતા જેના ઘરે જઈ તપાસ કરતા આરોપી ભરતભાઈ કાળુભાઈ ખાંટ ધંધો ખેતી રહે. સાગડાપાડા,ઉભાપાણ ફળિયુ, તા.ફતેપુરા જી. દાહોદનાનો મળી આવેલ અને પંકજભાઈ મંગળાભાઈ જાતે સંગાડા નહીં મળી આવેલ અને આ કામના આરોપીના કબજા માંથી કુલ 8 ચોરીની મોટર મળી આવેલ હતી

જે મોટરો મુકેશભાઈ તેરસિંગભાઈ ચરપોટ રહે.સાગડાપાડા,તા.ફતેપુરા, રાકેશભાઈ બાદરભાઈ ડામોર રહે, ચાકીસણા તા.સંજેલી, ભરતભાઈ કાળુભાઈ ખાંટ રહે.સાગડાપાડા ઉભાપાણ ફળિયું,તા. ફતેપુરા,પંકજભાઈ મંગળાભાઈ સંગાડા રહે,ઝરોર તા.સંજેલી, જી.દાહોદના ઓએ મળી ચોરી કરેલ હોય જે તમામ મોટરો રિકવર કરીને મળી આવેલ આરોપીઓ નામે રાકેશભાઈ બાદરભાઇ ડામોર રહે. ચાકીસણા,તા.સંજેલી તથા ભરતભાઈ કાળુભાઈ ખાંટ રહે.સાગડાપાડા ઉભા પાણ ફળિયા,તા.ફતેપુરા જી.દાહોદ નાઓની વિરૂદ્ધમાં સંજેલી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-379,114 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.