ઝાલોદ તાલુકાના ચાકલીયા ચેક પોસ્ટ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અધિકારીઓની મીટિંગ યોજાઈ

  • ત્રણે રાજ્યોના પોલીસ સ્ટાફ તેમજ રેવન્યુ અધિકારીઓની મીટિંગ યોજાઈ.

ઝાલોદ, ભારતમા લોકસભા 2024 ની ચુંટણી યોજવા જઈ રહેલ છે તે અંતર્ગત દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવતા બોર્ડર વિસ્તારના પોલીસ અધિકારીઓ તેમજ રેવન્યુ અધિકારીઓની એક મીટિંગ ચાકલીયા મુકામે યોજાઈ હતી. આ મીટિંગ પ્રાંત અધિકારી અજય ભાટિયા તેમજ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના અધ્યક્ષતા મા યોજાઈ હતી. આ મીટિંગમાં રાજસ્થાનના (કુશલગઢ, સજનગઢ ), મધ્યપ્રદેશના (થાંદલા) તેમજ ગુજરાતના ઝાલોદ માથી ત્રણે વિસ્તારના પ્રાંત અધિકારી તેમજ ડી.વાય.એસ.પી ઉપસ્થિત રહેલ હતા.

આ મીટિંગમાં બોર્ડર પર થતી સમસ્યાઓનુ સમાધાન, ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ઈસમો પર નજર રાખવા માટે સહિયારૂં આયોજન કરાયું હતું. તેમજ આ વિસ્તારોમાં આવતા ક્રિટિકલ મતદાન મથકો, ચેકપોસ્ટ પર થતી ઘુસણખોરી અને નાસતા ફરતા આરોપીઓ પર નજર રાખી ચુંટણી પ્રક્રિયા શાંત વાતાવરણમાં યોજાય તે અંગે ચર્ચા કરાઈ હતી. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૃની થતી ઘૂસણખોરી રોકવા પર વિશેષ ધ્યાન આપવા પોલીસ તંત્ર સતર્ક રહે તે માટેની વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી. તેમજ ત્રણેય રાજ્યોમાં લોકસભાનુ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે અંગે જરૃરી ચર્ચા કરવામાં આવી હતી