વિરપુર,મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના આસપુર ગામ તળાવ આશરે 8 થી 10 વીધાના ઘેરાવવામાં આવેલ છે. પરંત, ચોમાસામાં સારો વરસાદ થાય તો જ તળાવમાં પાણી શિયાળા પરતું જ થાય છે અને ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જાય છે. જો અમારૂં આસપુર ગામ તળાવ પાણીથી ભરાય તો જ ઢોર ઢોખર તથા ખેડુતો પોતાનું જીવન નિભાવી શકે તેમ છે અને પાણીથી ભરાય તો આસપુર ગામના આજુબાજુના ગામો જેવા કે, જોધપુર, જેજણીકુવા, ગેપાગઢ, બલવા ખાંટ, ખરોડ, જાંબડી વજાવત, એવો લાભ થાય તેમ છે. સરકારશ્રીને આ બાબતે છેલ્લા 10 થી 15 વર્ષ પહેલાની રજૂઆત અમારા ખેડૂતોની છે, પરંતુ આજ દિન સુધી અમારી આ ખાણ પુરી થઈ શકતી નથી અને સરકારશ્રી દ્વારા છેલ્લા 10 વર્ષથી નર્મદા કેનાલ વાગરોલી થી વાત્રમ મેશ્ર્વો ડેમ તેમજ આજુબાજુના તળાવ ભરવાની એસ.કે.ર અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની યોજનાની લાઇન અમારા ગામ નજીકના અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના જાલમપુરા ગામે લાઇનનું હેડવર્કસ આવેલ છે. ત્યાંથી સરકારશ્રી દ્વારા પાંચેક વખત માપણી કરવામાં આવેલ છે. જે 2.5 થી 3.00 કી.મી ના એરીયામાં અમારૂ તળાવ સમાવેશ થાય છે. તો સરકારશ્રી દ્વારા 3.00 કી.મી ના એરીયામાં આવતા તળાવ ભરવાની યોજનામાં સમાવેશ કરવા માટે આજ દિન સુધી અમો ગ્રામજનોને સરકારશ્રીએ આશ્વાસન આપી ચલાવેલ છે અને હાલ સુજલામ સુફલામ કેનાલ માંથી લગભગ 40 જેટલા ગામડાઓના તળાવ ભરવાની 225.69 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપેલ છે. પરંતુ અમારા આસપુર ગામનું નામ લિસ્ટમાં આવેલ નથી. સુજલામ સુફલામ કેનાલ અમારા આસપુર ગામથી આશરે 8 થી 9 કિલોમીટરના અંતરે જાય છે. પરંતુ ખૂબ જ ઉડી હોવાથી પાણી પંપિંગ મશીનરીથી જ આવી શકે તેમ છે. અમારૂં ગામ બધા ગામોથી ઉંચાણવાળા વિસ્તારોમાં આવેલ છે. જેથી નેવાનું પાણી મોંભે ચડી શકે તેમ નથી. જેથી અમો ગ્રામજનોની સરકારશ્રીને વિનંતી છે કે, અમો આસપુર તેમજ આજુબાજુના ગ્રામજનોની રજુઆત છે, કે અમારી આજીવિકા આ આસપુર ગામ તળાવ જો સરકારશ્રી દ્વારા નર્મદાના નીર કેનાલથી 1000 કી.મી. કચ્છમાં પહોચતા હોય અને પાઇપ લાઇન દ્વારા નર્મદા કેનાલથી વાત્રક મેશ્વો ડેમ ભરાતા હોય તો અમારૂં તળાવ કેમ ના ભરાઇ શકે એવી જનતાની માગણી છે. અને સરકારશ્રી દ્વારા વારંવાર ચુટણી આવે એટલે અમો ગ્રામજનોને તળાવ પાણીથી ભરી આપીશું એવું આશ્વાસન જ આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને હવેથી તળાવ ભરી આપવાની સ્કીમમાં સમાવેશ કરવાની માંગ કરાઈ