જાંબુધોડા,જાંબુધોડા અભયારણમાં આવેલા જાંંબુધોડા અને શિવરાજપુર રેન્જના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રાણીઓો માટે બનાવવામાં આવેલ પાણીની કુંડીઓ ભરવાની કામગીરી વન વિભાગે શરૂ કરી છે. જ્યારે ઉંડાણવાળા વિસ્તારો કે જ્યાં ટ્રેકટર દ્વારા પાણી ન પહોંચાડી શકાય તેવા વિસ્તારમાં બોર કરી ત્યાંં પવનચકકીનું સેટઅપ કરવાની કામગીરી કરવામાં આવી છે.
જાંબુધોડા અને શિવરાજપુર રેન્જના જંગલ વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગ દ્વારા પ્રાણીઓ માટે બનાવેલ પાણીની કુંંડીઓ ભરવાની કામગીરી વન વિભાગે શરૂ કરી છે. જંંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે જંગલમાં આવેલ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતાં જંગલના પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થતી હોય છે. જેને લઈ વન વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન જંગલમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. વડોદરા વન્ પ્રાણી વિભાગ હસ્તકના જાંબુધોડા અભયારણના જંગલ વિસ્તારમાં બનાવેલ 65 કુંડીઓમાં પાણી ભરવાની શરૂઆત વન વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. 542 ચો.કિલોમીટર વિસ્તારમાં આવેલ ફેલાવેલા અભયારણમાં જાંંબુધોડા અને શિવરાજપુર રેન્જ આવેલ છે. બન્ને રેન્જ કચેરીઓ દ્વારા જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પશુ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. જાંબુધોડા રેન્જના હવેલી નારૂકોટા, ચાલવડ રાઉન્ડના જંગલ વિસ્તારમાંં 33 પાણીની કુંંડીઓ બનાવેલ છે. જેમાં પાણી ભરવામાં આવે છે. જ્યારે જંગલના ઉંડાણવાળા વિસ્તારો જયાં ટે્રકટર દ્વારા પાણી પહોંચાડી શકાતું ન હોય તેવા વિસ્તારમાં બોર કરી પવનચકકીનું સેટઅપ કરવાની કામગીરી કરવામાંં આવી. પવનચકકી જે પવનગતિ મુજબ ફરે છે. જેને લઈ બોર માંથી પાણી બહાર આવે છે અને પાણીની કુંડીઓ ભરાતી રહે છે. શિવરાજપુર રેન્જમાં આવતાં તલાવડી, ભાટ, તરગોડ રાઉન્ડમાંં 32 કુંડીઓ બનાવવામાં આવી છે. જેમાં 3 કુંડીઓ ઉપર પવનચકકીની વ્યવસ્થા ઉભી કરાઈ છે. કુંડીઓમાં ટ્રેકટર વડે પાણી ભરવામાં આવે છે.