નવીદિલ્હી,
અમેરિકાની હાર્વર્ડ યુનિવસટીના પ્રોફેસર વિક્રમ ગાંધીએ એક ટીવી ચેનલના કોન્કલેવના મંચ પરથી ભારતની ઇકોનોમિક ગ્રોથ, કારોબારના હિસાબથી આગામી ૨૦થી ૨૫ વર્ષોમાં ભારતના ભવિષ્ય અને પડકારોથી જોડાયેલ સવાલો પર બેબાકીથી પોતાનો મત રજુ કર્યો હતો.
પ્રો.ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં રોકાણની અસીમિત સંભાવનાઓ છે જયાં રોકાણને લઇ લોકોનું વલણ વયું છે પરંતુ આમ છતાં પણ બહારી રોકાણ ભારતની સરખામણીમાં વિયતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં રોકાણને મહત્વ આપવામાં આવી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી કે આગામી દાયકો ભારતનો જ છે પરંતુ ભારતની સામે અનેક પડકારો છે જેનો તેને સામનો કરવાનો છે ભારતને એક વર્ષમાં એક કરોડ નોકરીઓ ક્રિએટ કરવાની જરૂરત છે.
તેમણે કહ્યું કે ભારતનો ચાલુ ખાતા નુકસાન ૧૨૦ અબજ છે તેની સીધો અર્થ છે કે આપણે આવકથી વધુ ખર્ચ કરી રહ્યાં છીએ તેમાં તાકિદે સુધાર કરવાની જરૂરત છે.બીજો મુદ્દો ગવર્નર્સ થી જોડાયેલ છે કેન્દ્ર સરકાર સતત પોલિસી બનાવી રહી છે પરંતુ તેને લાગુ કરવામાં મુશ્કેલી છે.નીતિઓને સ્ટેટ સ્તર પર લાગુ કરવામાં આવી રહી છે પરંતુ મોટાપાયા પર આમ નથી એક રિપોર્ટ અનુસાર કેન્દ્રના પચાસમાંથી ફકત ૨૭ પ્રોજેકટને લાગુ ફકત રાજય સ્તર પર કરવામાં આવી રહી છે. કેન્દ્ર પોલિસી બનાવી રહ્યું છે પરંતુ લાગુ થઇ રહી નથી આથી રોકાણકારોને પરેશાની થઇ રહી છે.તેમણે કહ્યું કે ભારતમાં કોઇ પ્રોજેકટ શરૂ કરવામાં ૨૨ અપ્રુવલ લેવા પડે છે આ સીધી જ રીતે ભ્રષ્ટ્રાચારની ફોર્મ્યુલા છે.
પ્રો.ગાંધીએ કહ્યું કે તેમાં કોઇ શક નથી કે ભારતે ગત ચાર વર્ષમાં ગ્રોથ કર્યો છે મેન્યુફેકચરિગના મામલામાં ભારતની પાસે ખુબ અવસર છે પરંતુ તેનો લાભ તે લઇ શકયુ નથી રોકાણકારણો કંસિસ્ટેંસીને મહત્વ આપે છે પરંતુ ભારત કંસિસ્ટેંસી નથી ના પોલિસીજના અમલમાં અને ન તો અન્ય ક્ષેત્રોમાં આપણે ભારતને વિશ્વ ગુરૂ બનાવવા ઇચ્છીએ છીએ પરંતુ તેના માટે ખુબ કામ કરવાની જરૂર છે તેમણે કહ્યું કે ભારત હજુ ચીનથી ખુબ પાછળ છે ભારત ઓછામાં ઓછામાં ચીનથી ૧૫થી ૨૦ વર્ષ પાછળ છે.ચીનની ઇકોનોમી ૧૪ ટ્રિલિયન ડોલરની છે તે તાકિદે અમેરિકાને પાછળ છોડી દેશે પરંતુ ભારત હજુ શરૂઆતી સ્તર પર છે ભારતમાં લોકો એક અરબ ડોલર રોકાણની વાત કરે છે પરંતુ ચીનમાં ૨૦ અબજ ડોલરથી ઓછા રોકાણની વાત થતી નથી ભારતે ખુબ વિચારવું પડશે પોતાના દાયરામાંથી બહાર નિકળવું પડશે.