ગુજરાતમાં આગ ઝરતી ગરમી, ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર

અમદાવાદ,રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ૭ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજકોટ-કચ્છ જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ૫ દિવસ સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આગ ઝરતી ગરમીથી લોકો શેકાવા લાગ્યા છે. ગુજરાતમાં શિયાળા બાદ ઉનાળાની ૠતુનું વિધિવત્ આગમન થઈ ગયું છે. ત્યારે રાજયના ૭ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી આંબી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે.

સૌથી વધુ ગરમી અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરાયો છે. અમદાવાદમાં ૪૧ ડિગ્રી ગરમી અનુભવાઈ હતી. મહેસાણા, પાટણ, ડીસા, હિંમતનગર, ભુજ, કંડલા પોર્ટ, રાજકોટ, જૂનાગઢ વગેરે જીલ્લાઓમાં અંગ દઝાડતી ગરમીનો લોકોએ અનુભવ કરી રહ્યા છે.

અરબી સમુદ્રની આસપાસ વાતાવરણના મય લેવલે પવનની પેટર્નમાં એક એન્ટ્રી સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ રચાશે. આ અસરથી અમદાવાદમાં ગરમીમાં વધારો થશે. આ સિસ્ટમથી ગરમીમાં વધુ ગરમી અને ઠંડીમાં વધુ ઠંડીનો વધુ અનુભવ થાય છે.