સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાની હાજરીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ કર્યો

હિંમતનગર, સાબરકાંઠા લોક્સભા બેઠક પર મહિલાને ટીકીટ આપતાની સાથે જ ભીખાજીનાં સમર્થકો દ્વારા રાજીનામાં આપી દીધા હતા. ત્યારે હજુ પણ આ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આજે કાર્યકરો દ્વારા ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

સાબરકાંઠા લોક્સભા બેઠક પર છેલ્લા ૩ દિવસથી વિરોધ યથાવત છે. ત્યારે અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે. કાર્યાલયમાં ઉમેદવારોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી.

આ બાબતે ભીખાજી ઠાકોરનાં સમર્થકે જણાવ્યું હતું કે, આયાતી ઉમેદવાર જે આવ્યા છે. તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. તેમજ અમે ભીખાજીનાં વિરોધમાં આવ્યા છીએ. અને ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે.

ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભારતીય જનતા પાર્ટીને ટિકીટ આપી હતી. જે બાદ ખીભાજી દ્વારા પ્રચાર શરુ કર્યા બાદ ટિકીટ પાછી ખેંચી છે. જેથી અમે ભાજપનાં કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છીએ. તેમજ અમને કાર્યાલયમાં નથી જવા દેવામાં આવતા તેનો અમે વિરોધ કરીએ છીએ.