ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં મૃતદેહ પહોંચી ગયો

અમદાવાદ,અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારીઓ અવારનવાર સામે આવતી રહે છે. જેના કારણે અનેકો લોકોને ગંભીર પરિણામનો સામનો કરવો પડે છે. ત્યારે આવમાં વધુ એકવાર એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. જણાવીએ કે એક ભારતીયનું ઓસ્ટ્રેલિયામાં મોત થયું હતું જે બાદ તેઓનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી એર ઈન્ડિયાનો ફ્લાઈટમાં મૃતદેહને અમદાવાદ એરપોર્ટ પર મોકલવામાં આવ્યો હતો. જે બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મૃતદેહને એરપોર્ટ પર સગાસંબંધીની જગ્યાએ કોઇ ત્રીજી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે પરિવારજનો મૃતદેહ લેવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તો તેઓને જાણવા મળ્યું કે સગાસંબંધીની સહી વિના જ અન્ય જગ્યાએ પાર્સલ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના જીલ ખોખરાનું મોત થયું હતું. જે બાદ તેઓનો મૃતદેહ ને એર ઇન્ડિયા ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.