મુંબઇ, આજે ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ સોનાનો ભાવ: ગુરુવારે સવારે સોનાના વાયદા રૂ. ૬૬,૫૭૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીના વાયદામાં રૂ. ૭૪,૮૪૦ પ્રતિ કિલોના ભાવે વેપાર થતો જોવા મળ્યો હતો. ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં પણ સોનામાં તેજી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે એમસીએકસ એક્સચેન્જ પર, ૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટેનું સોનું ૦.૩૧ ટકા અથવા ૨૦૩ રૂપિયાના વધારા સાથે ૬૬,૫૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે, ૫ જૂન, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટેનું સોનું હાલમાં ૦.૨૪ ટકા અથવા ૧૫૯ રૂપિયાના વધારા સાથે ૬૭,૧૦૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. રોકાણકારો હાલમાં યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે. આ યુએસ ફેડ નીતિને લગતા કેટલાક સંકેતો આપી શકે છે.
ગુરુવારે સવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો.એમસીએકસ એક્સચેન્જ પર, ૩ મે, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટે ચાંદી ૦.૨૪ ટકા અથવા રૂ. ૧૭૮ ના વધારા સાથે રૂ. ૭૪,૮૪૦ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. વૈશ્ર્વિક બજારમાં પણ ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક બજારની વાત કરીએ તો ગુરુવારે સવારે સોનાના હાજર અને ભાવિ બંને ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનાની વાયદાની કિંમત ૦.૧૩ ટકા અથવા ૨.૮૦ના વધારા સાથે ઇં૨૨૧૫.૫૦ પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, સોનાની વૈશ્ર્વિક હાજર કિંમત ૦.૦૪ ટકા અથવા ૦.૭૮ ડોલરના વધારા સાથે ૨૧૯૫.૫૭ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
ગુરુવારે સવારે ચાંદીના વૈશ્ર્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. ચાંદીની વૈશ્ર્વિક વાયદાની કિંમત ગુરુવારે સવારે ૦.૧૧ ટકા અથવા ઇં૦.૦૩ના વધારા સાથે ૨૪.૭૮ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની વૈશ્ર્વિક હાજર કિંમત ૦.૧૫ ટકા અથવા ૦.૦૪ ડોલરના વધારા સાથે ૨૪.૬૯ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.