શહેરા,
સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર એવા લાંચ લેવાના કિસ્સામાં પકડાયેલ શહેરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ વજેસિંહ શકરાભાઈ બારીઆને આજરોજ એ.સી.બી.ના અધિકારી દ્વારા પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ કોર્ટ એ.સી.બી જે.સી.દોશીની કોર્ટમાં રજુ કરવામાં આવેલા જ્યાં એ.સી.બી તરફથી આરોપી એ.એસ.આઈની પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી એ.એસ.આઈ.ની બે દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે અને આ બનાવમાં બીજા કયા પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે, તે અંગે તપાસ થશે તેવું લાગી રહ્યું છે.