
ગોધરા,પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા લુણાવાડાના સીટીગ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામા આવી છે. પંચમહાલની શહેરા અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકરોએ વિરોધનો સુર ઉઠાવતા પંચમહાલની રાજનીતીમાં ગરમાવો આવ્યો છે. કાર્યકરો દ્વારા એવી શંકા વ્યક્ત કરવામા આવી રહી છે કે ગુલાબસિંહ મુળ ભાજપમાથી કોંગ્રેસમા આવેલા છે. તે પાછા જતા રહેશે તેની શંકા વ્યકત કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. જેમા કાર્યકરો દ્વારા પંચમહાલ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા નારાજગી વ્યકત કરવામા આવી રહી છે. આ મામલે તેમના સામે આક્ષેપ કરવામા આવ્યા છે કે, ગુલાબસિંહ કોંગ્રેસ પાર્ટીનું અનેકવાર નાક દબાવીને ધારાસભ્ય પદ માટે ટિકિટ લાવ્યા અને હવે લોકસભાની ટિકિટ પણ લાવ્યા છે. ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના જ હતા અને બાદમાં કોંગ્રેસમાં આવ્યા છે. આ બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરશે.
ગુલાબસિહ પાર્ટીમા રહેશે કે નહી તેની શું ખાતરી- દુશ્યતંસિહ ચૌહાણ- કોંગ્રેસ અગ્રણી પંચમહાલ-2022ની વિધાનસભાની ચુટણીમાં ભાજપ માંથી કોંગ્રેસમાં આવીને ખાતુભાઈ પગીને ચુંટણી જીતાડવાના પુરા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમના પર હુમલા થયા હતા, ત્યારે પણ સાથે રહ્યા હતા. અમેં અમારા લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહની સાથે છે. અમે તેમને જીતાડીને દિલ્લી સુધી પહોચાડીશુ, પણ તે પાર્ટીમા રહેશે કે નહી તેની શું ખાતરી છે ?