- આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર-દારૂ ગોળો જપ્ત કરાયો
આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા બે ખૂંખાર આતંકવાદી ઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, ઉત્તર-પશ્ર્ચિમ દિલ્હીમાં એક્ધાઉન્ટર દરમિયાન પકડાયેલા આ આતંકવાદીઓની ઓળખ ભૂપેન્દર ઉર્ફે દિલાબરસિંહ અને કુલબિતસિંહ તરીકે થઈ છે. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂ ગોળો જપ્ત કરવામાં આવ્યો છે. બંને પંજાબના લુધિયાનાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં બંને અનેક ગંભીર મામલામાં મોસ્ટ વોન્ટેડ પણ છે.
મૌન બબ્બર ખાલસા પણ કહેવામાં આવે છે. તે ભારતમાં એક ખાલિસ્તાન આતંકવાદી સંગઠન છે. ભારતીય અને બ્રિટિશ સરકાર શીખ સ્વતંત્ર રાજ્યના નિર્માણના કારણે બબ્બર ખાલસાને એક આતંકવાદી સમૂહ માને છે, જ્યારે તેના સમર્થક તેને પ્રતિરોધ આંદોલન માને છે.
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ૧૯૭૮માં બન્યું હતું, પરંતુ ૧૯૯૦ના દશકમાં અનેક વરિષ્ઠ સભ્યો એક્ધાઉન્ટરમાં માર્યા ગયા હતા. ત્યારબાદ આ આતંકી સંગઠનનો પ્રભાવ ઘટી ગયો હતો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને કેનેડા, જર્મની, ભારત અને યૂનાઇટેડ કિંગડમ સહિત અનેક દેશોમાં એક આતંકવાદી સંગઠન ગણવામાં આવ્યું છે.