સ્લો ઓવર રેટની ભૂલ,શુભમન ગિલને ૧૦ લાખથી વધુનો દંડ

ચેન્નાઇ, ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે બુધવારે ટીમ પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઇપીએલના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગિલને રૂ. ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે આઇપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનમાં આ તેની ટીમનો પ્રથમ ગુનો છે.

ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલની ૨૦૨૪ની પહેલી હારનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કર્યો છે. ગત્ત ચેમ્પિયન ચેન્નાઈએ ગુજરાતને ૬૩ રનથી હાર આપી છે. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકે ગિલે પહેલી જ મેચમાં મુંબઈ સામે જીત પણ મેળવી હતી. આ મેચ ૬ રનથી જીતી હતી.

ગુજરાત ટાઈટન્સે ૨૦મી ઓવરમાં બોલિંગની સમયસર શરુઆત કરી ન હતી. આ કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.તેમજ છેલ્લી ઓવર દરમિયાન ૩૦ ગજની બહાર માત્ર ૪ ખેલાડીઓ રાખ્યા હતા. એક જીત અને એક હાર સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીએસકે વિરુદ્ધ તેમણે સ્લો ઓવર રેટની ભૂલ કરી હતી. આ તેનો પહેલો દંડ છે. જેના માટે તેમણે ૧૨ લાખ રુપિયા ભરવા પડશે.

તમને જણાવી દઈએ કે, ગિલને ફટકારવામાં આવેલો આ દંડ ફ્રેન્ચાઈઝી જ ભરી દે છે. આ માટે ખેલાડીઓને પૈસા આપવામાં આતા નથી તેમજ ન તેની સેલેરીમાંથી કાપવામાં આવે છે. ટીમને આગામી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ૩૧ માર્ચના રોજ રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.