ગોધરા,
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ગોધરા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે માહિતી આપી હતી.
આ સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા અને નોડલ ઓફિસર ડી.આર.પટેલ દ્વારા જણાવ્યું હતું કે, ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલ અંગે, પેઇડ ન્યુઝ વિશે, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજુ કરવાનું સોગંદનામુ અંગે, ઉમેદવારી પત્ર સાથે એફીડેવીટ રજુ કરવામાં આવે તે અંગે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ-બેન્ક એકાઉન્ટ અંગે, ચૂંટણીના ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ અંગે તેમજ ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી નેહા ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.