વડોદરાનો પૂર્વ ક્રિકેટર મંદિરને દાનમાં મળેલા ૨ કરોડ રૂપિયા ચાંઉ કરી ગયો

  • કોટા સ્વામિનારાયણ મંદિરના સીએના મિત્રએ ૠષિની ઓળખાણ એક મોટા બિઝનેસમેન તરીકે કરાવી હતી,પીઆઇ વી એસ પટેલ

વડોદરા, વડોદરાના પૂર્વ ક્રિકેટર ૠષિ અરોઠેના મકાનમાંથી રૃ.૧.૩૯ કરોડની રોકડ મળવાના ચકચારી બનાવમાં તપાસ કરતી એસઓજીને મહત્વની વિગતો હાથ લાગી છે.પૂર્વ ક્રિકેટર ૠષિએ કોટાના સ્વામિનારાયણ મંદિરના દાનના રૃ.૨ કરોડ રોકડા નાસિક મોકલવાનું કામ હાથમાં લઇ તમામ રકમ વગે કરી દીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વડોદરાના પ્રતાપગંજ માં જે-૧ ટાવર ખાતે રહેતા પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેને ત્યાં એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે તાજેતરમાં દરોડો પાડી રોકડા રૃ.૧.૩૯ કરોડ કબજે કર્યા હતા.આ રકમ તુષારના પુત્ર ૠષિ અરોઠેએ નાસિકના એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો બહાર આવતાં પોલીસે ઇક્ધમટેક્સ વિભાગને જાણ કરી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે આ પ્રકરણના મૂળ સુધી જવા માટે એસઓજીને સૂચના આપતાં તેમની તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો ખૂલી છે.જેમાં પૂર્વ ક્રિકેટર ૠષિ અરોઠેએ સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરે નવેમ્બર-૨૦૨૩માં યોજાયેલા શતામૃત મહોત્સવ માટે રાજસ્થાનના કોટા સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવેલી રૃ.૨ કરોડના દાનની રકમ કોટાથી નાસિક સ્વામિનારાયણ મંદિરમાં ટ્રાન્સફર કરવાનું કામ હાથમાં લઇ તમામ રકમ વગે કરી હોવાનું બહારઆવ્યું છે.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ,કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સાળંગપુર મહોત્સવ માટે એકત્રિત થયેલી દાનની રકમ કમિટિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શશાંકભાઇએ એક મિત્રના માયમથી ૠષિ અરોઠે મારફતે નાસિક મોકલવાનું કામ સોંપ્યું હતું.જેથી પોલીસ સીએ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરનાર છે.૨ કરોડના દાનની રકમમાંથી ૠષિ અરોઠેએ .૧.૪૦ કરોડની રોકડ તેના ઘેર મોકલી હતીં.જેમાંથી આંગડિયાના ખર્ચની રકમ કપાતાં રૃ.૧.૩૯ કરોડ તેના પિતા તુષાર અરોઠેના હાથમાં આવ્યા હતા.

કોટા સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરને મળેલી રૃ.૨ કરોડના દાનની રકમ નાસિક સ્થિત સ્વામિનારાયણ મંદિરને મોકલવા માટે આંગડિયાનો ઉપયોગ થયો હતો.ૠષિ અરોઠેએ આંગડિયા મારફતે મોકલેલી રૃ.૨કરોડની રકમનો નાસિકના આંગડિયામાંથી બે ભાગ પડયા હતા.

આ પૈકી રૃ.૧.૪૦ કરોડનો ભાગ ૠષિએ પોતાના વડોદરાના મકાને મોકલ્યો હતો.જ્યારે,રૃ.૬૦ લાખનો બીજો ભાગ કોણ લઇ ગયું તે તપાસનો વિષય છે.પોલીસનું કહેવું છે કે,આ રકમ બે જ મિનિટમાં કોઇ વ્યક્તિ લઇ ગઇ હતી.જેથી ૠષિ જ તે મુદ્દે કાંઇ કહી શકશે.

કોટાના મંદિર દ્વારા સાળંગપુરના શતામૃત મહોત્સવ નિમિત્તે દાનની અપીલ કરવામાં આવી હતી.જેથી ભક્તોએ રૃ.૨ કરોડ જેટલું દાન એકઠું કર્યું હતું.આ રકમ નાસિક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને છાત્રાલયના વિકાસ માટે મોકલવાના હોવાથી આંગડિયા મારફતે રકમ મોકલી હતી.પરંતુ તે રકમ પહોંચી નહતી.જેથી સ્વામિનારાયણના સત્સંગીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.વડોદરામાં ૠષિ અરોઠેએ નાસિકથી મોકલેલી આંગડિયાની રકમ પકડાઇ હોવાના અહેવાલ પ્રસિધ થતાં સ્વામિનારાયણના એક સત્સંગીએ કોટાના મહંતને જાણ કરી હતી.જેથી તપાસ દરમિયાન ૠષિ અરોઠેનું નામ કન્ફર્મ થતાં તેમણે એસઓજીને અરજી કરી હતી.

ૠષિએ કહ્યું,આવું જોખમ ના લેવાય,હું લાખોની હેરાફેરી આંગડિયા મારફતે કરું છું દાનની રકમ વગે કરવા માટે ૠષિએ પોતાના નામે આંગડિયામાં વ્યવહાર બુક કરાવ્યો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

પીઆઇ વી એસ પટેલે કહ્યું હતું કે,કોટા સ્વામિનારાયણ મંદિરના સીએના મિત્રએ ૠષિની ઓળખાણ એક મોટા બિઝનેસમેન તરીકે કરાવી હતી. ૠષિએ સીએને કહ્યું કે,આ સમયમાં રૃ.૨ કરોડ જેટલી રકમ હાથોહાથ લઇ જવાય નહિં.હું આંગડિયા મારફતે લાખોની હેરાફેરી કરું છું.તમને પણ કરાવી આપીશ.