વિદેશી શક્તિઓ અને દેશની અંદરના લોકો નિર્દોષ આદિવાસી લોકોને લૂંટવા માગે છે,છોટુ વસાવા

ભરૂચ, દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના રાજકીય પક્ષની રચના કરી છે. વસાવાએ અગાઉ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં આ પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતાઓ હવે અન્ય પક્ષોના માર્ગે જોડાઈ ગયા છે.

છોટુ વસાવા ભરૂચ લોક્સભા બેઠક પરથી આદિવાસી સેનાના બેનર હેઠળ ચૂંટણી લડશે. વસાવાએ કહ્યું કે વિદેશી શક્તિઓ અને દેશની અંદરના લોકો નિર્દોષ આદિવાસી લોકોને લૂંટવા માગે છે. તેઓ જીવનભર આદિવાસીઓના હિત માટે લડતા રહેશે, લૂંટનો વિરોધ કરવા તેમણે હવે ભારતીય આદિવાસી સેનાના નામની નવી પાર્ટીની રચના કરી છે. તેમના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે પુત્ર ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ તેનો વિરોધ પણ કર્યો હતો.