ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં ૩૫ યુદ્ઘ જહાજો અને ૧૧ સબમરીનો તૈનાત કરી દીધી છે. તે ઉપરાંત પાંચ યુદ્ઘવિમાન પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ નૌકાદળની અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી છે. કેટલાક સમયથી લાલ સાગરમાં યમનના હૂથી વિદ્રોહીઓની કાર્યવાહી તથા સમુદ્રી લૂંટારાની ગતિવિધિઓ વધવાથી ભારતના પશ્ર્ચિમમાં ફેલાયેલ વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં વ્યાપારી જહાજોના આવાગમનમાં મુશ્કેલીઓ વધી ગઈ છે. તે ઉપરાંત હિંદ મહાસાગરમાં ચીન પણ પોતાની હાજરી વધારવાની કોશિશો કરી રહ્યું છે. આ પડકારોને જોતાં ભારતે મોટી સંખ્યામાં યુદ્ઘ જહાજો અને સબમરીનોને ઉતારવાનો નિર્ણય લીધો છે. તેમાંથી ૧૦ યુદ્ઘ જહાજ ઉત્તર અરબસાગર, લાલ સાગર, એડનની ખાડી અને સોમાલિયાના પૂર્વી તટીય વિસ્તારમાં ઉતારવામાં આવ્યા છે. આ જહાજોને સમુદ્રી લૂંટારાઓનો સામનો કરવા તથા મિસાઇલો અને ડ્રોનનો શિકાર બનેલા વેપારી જહાજોની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે. બાકીના યુદ્ઘ જહાજો બંગાળની ખાડી અને દિક્ષણી હિંદ મહાસાગરમાં સક્રિય છે. હાલમાં ભારતીય નૌકાદળના બંને બેડા પૂર્વ અને પશ્ર્ચિમ, સંપૂર્ણ રીતે તૈનાત અને સક્રિય છે.
પશ્ર્ચિમી સમુદ્રી હિસ્સામાં નૌકાદળના અભિયાનના સો દિવસ પૂરા થવાના અવસરે નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે જ્યાં સુધી આ સમુદ્રી ક્ષેત્રમાં વ્યાવસાયિક જહાજોના આવાગમન સુરિક્ષત ન થઈ જાય, આ અભિયાન ચાલુ રહેશે. લાલ સાગર સંકટને કારણે જહાજોનું પરિવહન અને વીમા ખર્ચ બહુ વધી ગયો છે. એવામાં આપણી નૌસેનાની સક્રિયતા વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે પણ એક સહારો બની રહી છે. સમુદ્રી લૂંટારાઓના આતંકને સમાપ્ત કરવા માટે ભારતે ૨૦૨૨માં એક નવો કાયદો બનાવ્યો હતો. હાલમાં જ નૌકાદળે એક મોટા અભિયાન બાદ એક અપહૃત જહાજને છોડાવ્યું છે અને ૪૦ સોમાલિયન ચાંચિયાને પકડ્યા છે. નવા કયાદા અંતર્ગત મુંબઈમાં તેમના પર કેસ ચલાવવામાં આવશે. ભૂરાજકીય સંકટો અને સમુદ્રી લૂંટારાની સાથે સાથે ચીની નૌકાદળની વધતી ગતિવિધિઓથી પણ હિંદ મહાસાગરની સુરક્ષા અને સ્થાયિત્વને લઈને ચિંતાઓ વધી છે. થોડા દિવસ પહેલાં ભારતના રક્ષા પ્રમુખ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે રેખાંક્તિ કર્યું તું કે ચીન આપણો મુખ્ય રક્ષા પડકાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભલે ગંભીર આથક મુશ્કેલીઓથી ઘેરાયેલું છે, પરંતુ તેની સૈનિક ક્ષમતામાં કમી નથી આવી. હાલમાં હિંદ મહાસાગરમાં ચીનના ૧૩ જહાજો ચક્કર કાપી રહ્યા છે. તેમાંથી છ સૈનિક જહાજ છે અને એક સેટેલાઇટ ટ્રેકિંગ જહાજ છે. આ ક્ષેત્રમાં ચીની સબમરીનો ઉપરાંત કમ સે કમ છથી આઠ નૌસૈનિક જહાજ હંમેશાં ઘૂમતા રહે છે. એવામાં ભારતીય યુદ્ઘ જહાજો અને સબમરીનોની તૈનાતી એક જરૂરી પગલું છે.