મુંબઇ, છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ક્રિકેટર ૠષભ પંતને ડેટ કરી રહી છે. જો કે, બંનેએ તેમના સંબંધોને લઈને ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની ફિલ્મ સિવાય પોતાના અંગત જીવન વિશે પણ જણાવ્યું હતું. પરંતુ વર્ષ ૨૦૨૨માં જ્યારે રિષભ પંતનો કાર અકસ્માત થયો ત્યારે ઉર્વશી રૌતેલા અને તેની માતા ક્રિકેટરની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ અભિનેત્રી અને ૠષભ પંત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની ફિલ્મ સિવાય પોતાના અંગત જીવન વિશે પણ જણાવ્યું હતું. ઉર્વશી રૌતેલાને પૂછવામાં આવ્યું કે તે ૠષભ પંત સાથે ક્યારે લગ્ન કરશે. આના પર અભિનેત્રી થોડીવાર મૌન રહી અને કહ્યું – ’નો કમેન્ટ્સ.’
અભિનેત્રીના આ જવાબથી સ્પષ્ટ છે કે ઉર્વશીએ પોતાની અંગત જિંદગીને સિક્રેટ રાખવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં ઉર્વશી રૌતેલા ફિલ્મ જેએનયુ જહાંગીર નેશનલ યુનિવસટીને લઈને ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ સિવાય અક્ષય કુમાર સાથે ’વેલકમ ૩’માં ઉર્વશી રૌતેલા કામ કરી રહી છે.