રૂપાલાના વિધાનોની આગ રાજકોટ-સુરેન્દ્રનગર અને ભાવનગર સુધી પહોંચી

રાજકોટ,સૌરાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણીમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં અંગ્રેજ શાસન સામે મારો રૂબી સમાજ લડયો હતો પણ રાજવીઓ અંગ્રેજોને શરણે થયા હતા અને તેમની સાથે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો તેવા કરેલા વિધાનોથી સૌરાષ્ટ્રમાં સમગ્ર ક્ષત્રિય સમુદાયમાં આગ લાગી છે પુરુષોતમ રૂપાલાની માફીને પણ ફગાવીને અનેક દેખાવોમાં રાજકોટમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ છે.

આ ચુંટણીમાં ભાજપે ક્ષત્રિયોને એક પણ લોક્સભા બેઠક પર ટિકીટ આપી નહી. ભાવનગરમાં ભૂતકાળમાં ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓ જેમાં ભાજપના રાજેન્દ્રસિંહ રાણાનો પણ સમાવેશ થાય છે.

તેઓને બે-બે વખત સાંસદ અને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. આમ ભાવનગર એક બેઠક પર રાજકીય પક્ષો આ સમુદાયને ટિકીટ આપી શકે છે પરંતુ જે રીતે રૂપાલાના નિવેદનનામા તેની સામે રાજકોટ-સુરેન્દ્રનગરમાં વ્યાપક વિરોધ થયા છે ડેમેજ કંટ્રોલમાં ભાજપના ક્ષત્રિય અગ્રણીઓએ પણ હાથ નાખવાની ’ના’ કરી દીધી હોવાના સંકેત છે તથા ભાવનગર બેઠક જયાં ક્ષત્રિય સમુદાયની મોટી વસતિ છે ત્યાં પણ આ વિધાનોની અસર થઈ શકે છે.