પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિસ્તારને તાલુકા તરીકે જાહેર કરવાની માંગ ઉઠી છે. ચૂંટણી ટાણે જ હવે વિસ્તારના લોકોએ પોતાની માંગને લઈ આક્રોશ ઠાલવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની પ્રબળ માગણી ઊઠી છે. ૨૦,૦૦૦ જેટલી વસ્તી ધરાવતું ગઢ ગામ અને આજુબાજુના ૩૦થી વધુ ગામના લોકો અનેક વર્ષોથી માગણી કરતા હવે થાકી ગયા છે.
અહિં ભાજપના હોદ્દેદારો સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે તો કોંગ્રેસના હોદ્દેદારોએ પણ રજૂઆત કરી છે, ઠરાવ કર્યા છે પરંતુ પરિણામ નથી મળ્યું. આસ્થિતિમાં જો સરકાર ગઢને તાલુકો નહી બનાવે તો ભાજપના હોદ્દેદારો જ લોક્સભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.