નવીદિલ્હી, ફાયનેંશિયલ ટ્રેલની તપાસ માટે સ્પેશિયલ ફોર્સ એજન્સી ઈડીને એક રેડ દરમ્યાન વોશિંગ મશીનમાંથી ૨.૫૪ કરોડની ભારે ભરખમ રકમ મળી હતી. ઈડીએ ફેમાના મામલામાં મકરોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના નિદેશક વિજય કુમાર શુક્લા, સંજય ગૌસ્વામી અને તેમની અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. અન્ય કંપનીઓમાં લક્ષ્મીટન મેરીટાઈમ, હિન્દુસ્તાન ઈન્ટરનેશનલ, રાજનંદિની મેટલ્સ લિમિટેડ, સ્ટવાર્ડ અલોયઝ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ, એમએસ ભાગ્યનગર લિમિટેડ, વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, વશિષ્ઠ કંસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ છે.
તેના ડિરેક્ટર અને પાર્ટનર સંદીપ ગર્ગ, વિનોદ કેડિયાના દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતાના ઠેકાણા પર રેડ થઈ. ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે, આ સંસ્થાઓ મોટા પાયે ભારત બહાર વિદેશી કરન્સી મોકલા અને ફેમાનું ઉલ્લંઘનમાં સામેલ છે. ગેલેક્સી શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, સિંગાપુર અને હોરિઝોન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ સિંગાપુર, આ બંને વિદેશી સંસ્થાઓનું મેનેજમેન્ટ એંથની ડી સિલ્વા દ્વારા થતું હોય છે. દરોડા દરમ્યાન જાણવા મળ્યું કે, મકરોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને લેક્સમિટન મેરીટાઈમ દ્વારા શેલ કંપનીઓની મદદથી નકલી માલ સપ્લાઈ અને અન્ય કામોના નામ પર સિંગાપુરમાં આવેલી સંસ્થાઓને ૧૮૦૦ કરોડ રૂપિયા આપ્યા. આ શેલ કંપનીઓના નામ નેહા મેટલ્સ, અમિત સ્ટીલ ટ્રેડર્સ, ટ્રિપલ એમ મેટલ એન્ડ અલોયઝ, એચએમએસ મેટલ છે. દરોડા દરમ્યાન ૨.૫૪ કરોડ રૂપિયા જપ્ત થયા, જેનો એક ભાગ વોશિંગ મશીનમાં છુપાવ્યો હતો. આ ઉપરાંત અમુક વાંધાજનક દસ્તાવેજ, ડિજિટલ સાધનો પણ જપ્ત કર્યા છે. તેમાં સંસ્થાના ૪૭ બેક્ધ અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આગળની તપાસ ચાલી રહી છે.