નવીદિલ્હી, રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદનું મંગળવારે રાત્રે નિધન થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આરએસએસના વડા મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે અમે મુક્તાત્મા સ્વામીજીની પ્રેરણાદાયી સ્મૃતિને નમ્રતાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે રામકૃષ્ણ મઠનું મહાન કાર્ય તેમના સંકલ્પ અને ભાવના સાથે આગળ વધતું રહે. મઠને તેમની મહાન અને પ્રેરણાદાયી પરંપરામાં ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું હતું
શ્રીમત સ્વામી સ્મરણાનંદ ૯૫ વર્ષના હતા. તેઓ ૨૦૧૭માં રામકૃષ્ણ મિશનના ૧૬મા પ્રમુખ બન્યા હતા. ચેપને કારણે ૨૯ જાન્યુઆરીએ તેમને રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ પછી, તેમને ૩ માર્ચે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ’રામકૃષ્ણ મઠના અસંખ્ય ભક્તો અને શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના અસંખ્ય અનુયાયીઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રમુખ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદ જી મહારાજના બ્રહ્મલોક પ્રાપ્તિના સમાચાર સાંભળીને અત્યંત દુ:ખી થઈ રહ્યા છે. શ્રીમત સંઘગુરુએ સેવા અને આયાત્મિક્તા પ્રત્યેના તેમના અનુકરણીય સમર્પણ સાથે, રામકૃષ્ણ મિશન અને મઠને તેમની મહાન અને પ્રેરણાદાયી પરંપરામાં ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.’
તેમણે વધુમાં કહ્યું કે, ’રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ અનુયાયીઓનું દુ:ખ સહે છે અને મુક્તાત્મા સ્વામીજીની પ્રેરણાદાયી સ્મૃતિને નમ્રતાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે રામકૃષ્ણ મઠનું મહાન કાર્ય તેના નિશ્ર્ચય અને ભાવના સાથે આગળ વધતું રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી દીધી છે, તેમની કરુણા અને શાણપણ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.વડાપ્રધાને કહ્યું, વર્ષોથી મારો તેમની સાથે ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. મને ૨૦૨૦ માં બેલુર મઠની મારી મુલાકાત યાદ છે જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા, મેં કોલકાતાની હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.