મુંબઇ, મહારાષ્ટ્રના સાંગલીમાં ફરી ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાંગલીમાં નિર્જન સ્થળે ડ્રગ ફેક્ટરી પર દરોડા પાડી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે રૂપિયા ૨૪૫ કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ મામલામાં શંકાસ્પદ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ખેતરમાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું આ કેસમાં છ આરોપી પકડાયા છે આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી મૂળ સાંગલીના કવઠે મહાંકાળનો છે તે ગત ૧૭ વર્ષથી મુંબઇમાં રહેતો હતો. તે ડ્રગની હેરાફેરી કરતો હોવાની માહિતી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે તેને પકડવામાં આવ્યો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ બનાવવાના નેટવર્કને પ્રકાશમાં લાવીને છ જણની ધરપકડ કરાઇ હતી.
સાંગલીના ઇરળી ગામમાં અત્યંત નિર્જન જગ્યાએ આરોપીઓએ એક રૂમમાં ડ્રગ બનાવવાની ફેક્ટરી સ્થાપી હતી. પોલીસે માહિતીના આધારે અહીં છાપો મારીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. દરમિયાન અંદાજે રૂપિયા ૨૪૫ કરોડની કિંમતનું ૧૨૨.૫ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું.
અગાઉ ગત ફેબ્રુઆરીમાં સાંગલીના કુપવાડામાં દરોડા પાડીને અંદાજે ૩૦૦ કરોડનું મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું. પુણેમાં પોલીસે મેફેડ્રોન સાથે ત્રણ આરોપીને પકડતા મોટા ડ્રગ રેકેટની જાણ થઇ હતી. પુણેમાં પોલીસે મેફેડ્રોન સાથે ત્રણ આરોપીને પકડતા મોટા ડ્રગ રેકેટની જાણ થઇ હતી. પુણેમાં ગોદામમાં છાપો મારીને મીઠાની ગુણીમાં ભરેલું મેફેડ્રોન જપ્ત કરાયું હતું. ત્યારબાદ દિલ્હી અને સાંગલીમાં કાર્યવાહી કરાઇ હતી. આ ટોળકી ફરિયાદથી વિદેશમાં પણ ડ્રગની દાણચોરી કરતા હતા. આ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા ચાર હજાર કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું.