ગોધરા શહેરમાં આવેલ પોરવેલ મોલની બાજુમાં ગૌન્દ્રા પાસે ખુલ્લા મેદાનમાં ત્રણ જેટલા માથાભારે શખ્સ એ પૈસાની લેતી દેતી બાબતે એક ઈસમને ગડદાપાટુનો માર મારી અને ઉપરાછાપરી ચપ્પુના ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે લોહીથી લથપથ ઇસમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં સારવારની વધુ જરૂર પડતાં હાલ ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર બનાવને લઈને ઇજાગ્રસ્ત ઈસમના પત્નીએ ત્રણ માથાભારે શખ્સ વિરુદ્ધ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે પોલીસ ફરિયાદ નોધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના ગૌન્દ્રા સર્કલ મન્સુરી સોસાયટી ખાતે આશીયાના સુફિયાન મન્સુરી એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.25/03/2024ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના આરસમાં ગોધરા શહેરના ગોન્દ્રાં પોરવેલ મોલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં ઝગડો થયો છે.અને તારા પતિ સુફિયાન સિરાજ મન્સુરીને માર માર્યો છે.અને તેને ગોધરા સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તેવી વાત મને જાણવા મળી હતી.જેથી તાત્કાલિક ગોધરા સિવીલ હોસ્પીટલમાં ગઈ હતી. અને ત્યાં જોયું તો મારા પતિની સારવાર ચાલુ હતી.અને મને જણાવેલ કે (1) રિઝવાન શબ્બીર ડમરી રહે , ગોન્દ્રાં તથા (2) સકલેન સલીમ મન્સુરી રહે.લીલેસરા રોડ અને (3) ફેઝાન હશન હેબટ રહે, મન્સુરી સોસાયટી ગોધરાનાઓ આ ત્રણેજણા મને ગ્રાઉન્ડમાં મળ્યા હતા. અને મને કહ્યું કે તું કેમ મારા લીધેલા પાંચ હજાર રૂપિયા કેમ આપતો નથી તેમ કહી મારા સાથે આ ત્રણે જણા ઉશ્કેરાય ગયેલ અને મને પકડી રાખીને (1) રિઝવાન શબીર ડમરીનાઓએ તેના હાથમાનુ ચપુ જમણી બાજુ પીઠના ભાગે ચપ્પાના ત્રણ ઘા ઉપર છાપરી મારી ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યો નથી.
અને સકલેન સલીમ મન્સુરી તથા ફેઝાન હશન હેબટ એ ગડદાપાટુનો માર માર્યો હતો. અને મા બેન સમાણી ગંદી ગાળો બોલવા લાગેલ અને કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છુ હવે પછી મળીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. તેવુ મારા પતિએ મને જણાવેલ હતું.જેથી ગઇકાલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં આશીયાના સુફિયાન મન્સુરી એ ત્રણ ઈસમો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.