દાહોદ, દાહોદનાં નિવાસી અધિક કલેક્ટર તરીકે જે.એમ.રાવલ એ પદભાર ગ્રહણ કરી લીધો છે. તેઓએ જામનગર, સુરેન્દ્રનગરમાં વિવિધ પદો પર તેમજ જૂનાગઢ અને ઉનામાં પ્રાંત અધિકારી તરીકે, ઓ.એસ.ડી.( જીઆઈડીસી) તેમજ કોમ્પ્યુટન્ટ ઓથોરિટી હેઠળ જીએસપીએલ, ગાંધીનગર ખાતે પોતાની સેવા બજાવી છે. ગુજરાત વહીવટી સેવામાં જોડાનાર રાવલ વિવિધ સ્થળોએ નાયબ કલેક્ટર સહિતના પદો ઉપર પણ સેવા બજાવી છે. સ્વભાવે મિલનસાર અને મિતભાષી રાવલના અનુભવનો લાભ દાહોદ જીલ્લા વહીવટી તંત્રને મળશે.