દાહોદ,\દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે એક ઈક્કો એમ્બ્યુલંશ ગાડીના ચાલકે પોતાના કબજાની એમ્બ્યુલંશ ગાડી પુરઝડપે હંકારી લાવતાં ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓને શરીરે, હાથે તેમજ પગના ભાગે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ગત તા.24મી માર્ચના રોજ ગરબાડા તાલુકાના સાહડા ગામે રહેતો મનમોહન જશવંતભાઈ ઢાક દ્વારા પોતાના કબજાની ઈક્કો એમ્બ્યુલન્સ ગાડી સાહડા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈક્કો એમ્બ્યુલન્સ ગાડીની વધુ પડતી ઝડપના કારણે એમ્બ્યુલન્સમાં સવાર સાહડા ગામે રહેતાં વજેસીંગભાઈ દેવાભાઈ રાઠોડનો હાથ અને પગ ફેક્ચર કરી, નિલેશ આનંદસિંહ રાઠોડને પીઠના ભાગે, વ્રજકુમાર દિપક રાઠોડને ખભાના ભાગે, મહેશ મનહરલાલ રાઠોડને ગરદનનાભાઈ, ડાબા પગે તેમજ માધુસીંગ દેવા રાઠોડને કમરના ભાગે, હાથના ભાગે ઈજાઓ પહોંચાડી એમ્બ્યુલંશ ગાડીનો ઉપરોક્ત ચાલક નાસી ગયો હતો.
આ સંબંધે ઈજાગ્રસ્ત વજેસીંગભાઈ દેવાભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.