દાહોદના મોટીખરજ ગામે જુગાર રમતા 6 જુગારીયાને 10 હજારની રોકડ સાથે ઝડપ્યા

દાહોદ,દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાના વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા. જેમાં પોલીસે 06 જુગારીઓને ઝડપી પાડી તેમની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 10,200ની રોકડ રકમ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.26મી માર્ચના રોજ દાહોદના મોટીખરજ ગામે સંગાડીયા ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતો હોવાની બાતમી દાહોદ તાલુકા પોલીસને મળતાંની સાથેજ પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા ભરતભાઈ કશનાભાઈ બારીયા, જીમાલભાઈ રાયસીંગભાઈ ભાભોર, લલીતભાઈ જંગલીયાભાઈ ભાભોર, દિલીપભાઈ જંગલીયાભાઈ ભાભોર, જશુભાઈ લાલાભાઈ ભાભોર અને પિન્ટુભાઈ કશનાભાઈ બારીયા (તમામ રહે. મોટીખરજ, તા.જી.દાહોદ) નાઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા10,200ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તમામ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હતાં.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.