
દાહોદ,ગુર્જર ભારતી દાહોદ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દાહોદ ખાતે રેલી યોજવામાં આવી. આજરોજ દાહોદ શહેરના સ્વામીવિવેકાનંદ ચોકથી ગુર્જર ભારતી સંસ્થાની કોલેજો તથા માધ્યમિક શાળાઓના એનએસએસ એકમ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું પ્રસ્થાન દાહોદ જીલ્લા કલેક્ટર કરાવ્યું હતું . આ રેલીમાં ગુર્જર ભારતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકા, કોલેજો તથા માધ્યમિક શાળાના આચાર્યો, કર્મચારીઓ અને મોટીસંખ્યામાં એનએસએસ સ્વયંસેવકોએ મતદાન જાગૃતતા અંગેના સૂત્રોચાર કરી રેલીનું આકર્ષણ જમાવ્યું હતું. મતદાન કરવા અંગે સંકલ્પ પણ રેલીમાં લેવડાવવામાં આવ્યા. નગરપાલિકા ચોક ખાતે મામલતદાર દાહોદ એ રેલીને આવકાર આપ્યો હતો. તેમને પણ મોટીસંખ્યામાં આવેલ એનએસએસ સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા. નગરપાલિકા ચોકથી મતદાન જાગૃતિ રેલી ઠક્કરબાપા ચોકડી પર સમાપન કરવામાં આવી હતી.