શહેરાના માતરીયા વ્યાસ ગામે આપધાતની દુષ્પ્રેરણાના ગુનાના 4 આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

શહેરા, શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામે ફરિયાદી તથા મરણજનારને જમીનમાં ભાગ નહિ આપવા મરણજનારને ધમકી આપી ત્રાસ આપતા આપધાત કરવાની દુષ્પ્રેરીત કરવાના ગુનાના 4 આરોપીઓ દ્વારા ગોધરા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરતાં આગોતરા જામીન અરજી નામંજુર કરાઈ હતી.

શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામે રહેતા આરોપીઓ શારદાબેન મગનભાઇ બાધરભાઇ બારીયા, મનિષાબેન મહેન્દ્રસિંહ બારીયા, કાળીબેન વખતસિંહ શંંકરભાઇ બારીયા, વખતસિંહ શંકરભાઈ બારીયાએ ફરિયાદી તથા મરણજનારને જમીનમાં ભાગ નહિ આપવા બાબતે ફરિયાદી તથા મરણજનાર અને ફરિયાદીની માતા સાથે અવારનવાર ઝગડો કરી તેમજ મરણજનાર ચેતનાબેનને ધમકી આપી ત્રાસ આપી આપધાત કરવા માટે દુષ્પ્ર્રેરીત કરતાં ચેતનાબેન એ પોતાના ધરમાં ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી નં.181/2024 અને 182/2024 અરજી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં દાખલ કરી હતી. તે આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા દલીલો રજુ કરતાં આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવી.