વિરપુરના રણજીતપુરા કંપા ગામે ધુળેટીના દિવસે તળાવમાં પગ લપસી જતાં શ્રમિક પરિવારજન કિશોરનુ મોત

વિરપુર,મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખરાડ ગામના રણજીતપુરા કંપા ની સીમના તળાવમાં ધુળેટીના દિવસે શ્રમિક પરિવારના કિશોરનુ ડુબી જવાથી મોત નીપજયું હતુ.

ધુળેટીના દિવસે ખરોડ ગ્રામ પંચાયતમાં આવેલા રણજીતપુરા કંપાના તળાવમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામનો શ્રમિક પરિવારનો નિતીન સુરેશભાઈ નાયક(ઉ.વ.14)અન્ય કિશોરો સાથે ખેત તળાવ પાસે હાથ-પગ ધોવા ગયા હતા. તે દરમિયાન નિતીનનો પગ લપસી જતાં તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેની જાણ પરિવાર સહિત સ્થાનિકોને થતાં લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા. બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ધટના સ્થળે ધસી ગયો હતો. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ લાપતા કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢી પી.એમ.માટે વિરપુરની સરકારી હોસ્પિટલ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.