ઝાલોદ,ઝાલોદ તાલુકામાં આવેલી રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેંકોમાં છેલ્લા એક સપ્તાહથી કેશ નાણાંની અછત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
હાલમાં હોળીનો તહેવર અને લગ્નગાળાની સીઝન હોય ગ્રાહકો પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા જતાં હોય છે. ત્યારે કેશની અછતને લઈ જરૂરિયાત મુજબના નાણાં ન મળતા હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ લીમડી ખાતે આવેલી બેંક ઓફ બરોડા બેંકમાં લોકોને કેશ ન મળવાના કારણે ધકકો ખાવાનો વારો આવ્યો હતો. કેશને લઈને બોલચાલીના બનાવો પણ બન્યા હતા. સ્થાનિક બેંકો દ્વારા રજુઆત કરવા છતાં પણ પુરતા પ્રમાણમાં બેંકોને ઉપલી કક્ષાએથી કેશ મળતી ન હોવાનુ જાણવા મળેલ છે. જેના કારણે હાલ પ્રજાજનોને પોતાના નાણાં માટે વલખા મારવા પડી રહ્યા છે. તેવામાં લોકોને કેશ નાણાંની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.