કાલોલ પગીની મુવાડી કરોલી ગામની યુવતીને ભગાડી જનાર યુવકનુ ધર સળગાવાયુ

કાલોલ, કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ પગીની મુવાડી ગામના અર્જુનસિંહ સોમસિંહ સોલંકીનો છોકરો સંજય સોલંકીનો ઘોઘંબા પંથકના એક ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય પાછલા દિવસોમાં બંને પ્રેમી પંખીડા ભાગી જતા યુવતીના પરિવારજનો સંજયના ધરે આવીને પોતાની યુવતીને શોધી આપવા માટે દબાણ કરતા હતા. જે મઘ્યે ગત 24/03ને રવિારે સવારે યુવતીના પરિવારજનોએ સંજયના ધરે આવીને તેમની છોકરી શોધી લાવવા જણાવ્યુ હતુ. ત્યારે સંજયના પિતાએ યુવતીને શોધીને પરત લાવી આપવાનુ પણ કહ્યુ હતુ. જેથી એ સમયે હોળીનો તહેવાર હોય બધા મોટરસાયકલો લઈને જતા રહ્યા હતા. પરંતુ રવિવારે સાંજે જયારે હોળીનો તહેવાર ઉજવણી મુજબ ગામના ઝાંપે હોળી પ્રગટાવતા ફળિયાના બધા માણસો હોળી ફરવા ગયેલા ત્યારે ફરિયાદી મહિલા એકલી પોતાના ધરે હતી તે સમયે બે મોટરસાયકલો લઈને આવેલા યુવતીના પિતા સહિત ચાર લોકોએ યુવતીને ભગાડી જનારા સંજયના ધરે આવીને ચારેય જણાએ એકદમ ગુસ્સામાં આવીને સંજયના ધરની બાજુમાં પડેલ ધાસના પુળા લઈ તેને દિવાસળીથી સળગાવી સંજયના ધરની ઉપર નાંખી ચારેય જણાઓએ સંજયનુ ધર સળગાવેલુ અને થોડીવારમાં આખુ ધર સળગવા લાગેલ જેથી બુમાબુમ કરતા સંજયના પિતા આવી જતા ધર સળગાવવા આવેલા ઈસમોએ અમારી છોકરી આપી દો, નહિ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપીને ચારેય જણા તેમની મોટરસાયકલો લઈને ભાગી ગયા હતા. જે પછી ગામલોકો આવી જતાં પાણીની મોટરો ચાલુ કરી પાણી છાંટીને આગ બુઝાવી હત. આ આગની ધટનામાં સંજય સોલંકીના ધરમાં રાખેલ ધર વખરીનો સામાન, ધાસના પુળા, તેમજ ધરમાં રાખેલા 10 હજારની રોકડ સહિત અંદાજિત 50 હજાર રૂપિયાનુ નુકસાન પહોંચ્યુ હતુ. આ અંગે વેજલપુર પોલીસે ધર સળગાવી દેતા યુવતીના પિતા ગણપતભાઈ બીજલભાઈ પટેલ, નાનાભાઈ બીજલભાઈ પટેલ, કાળુભાઈ ફતાભાઈ પટેલ અને અલ્પેશભાઈ અર્જુનભાઈ પટેલ (ચારેય રહે.નિકોલા, તા.ઘોઘંબા)વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.